You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". IPL 2023ના પ્લેઓફમાં પહોંચવાની કઈ ટીમની કેટલી શક્યતા? આંકડાઓને જોતાં ટોપ 4માં આ ટીમો આવી શકે

IPL 2023ના પ્લેઓફમાં પહોંચવાની કઈ ટીમની કેટલી શક્યતા? આંકડાઓને જોતાં ટોપ 4માં આ ટીમો આવી શકે

Image : Twitter

IPL 2023 જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચક બની રહી છે. હાલ IPL 2023 માટે કઈ 4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે તે હજુ પણ અનિશ્ચિત છે. આ સીઝનની 56 લીગ મેચો પછી પણ હજુ સુધી આ ક્લીયર થઈ શક્યુ નથી. 

IPL 2023માં તમામ 10 ટીમો હજુ પણ ટોપ-4માં પહોંચવાની રેસમાં છે. IPL 2023ના લીગ તબક્કામાં દરેક ટીમે 14 મેચ રમવાની છે. હાલ તો બે ટીમોનું પ્લેઓફમાં પહોંચવાનું નિશ્ચિત છે જો કે ક્રિકેટ જેટલી અનિશ્ચિતતાઓની રમત છે, IPL પ્લેઓફની રેસ એનાથી જરા પણ ઓછી રોમાંચક નથી. કઈ ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય કરશે તે સવાલ દરેક ક્રિકેટ ફેન્સના મનમાં થઈ રહ્યો છે. 

આ પ્લેઓફનું ગણિત કેવી રીતે કરવામાં આવે છે?

IPL 2023ના પરિણામોના તમામ 16,384 સંભવિત સંયોજનો જોઈ શકાય છે. આ ટુર્નામેન્ટમાં હજુ પણ 14 મેચ બાકી છે. દરેક ટીમો પાસે જીતવાની સમાન તકોની ધારણા લગાવાઈ રહી છે. આ ધારણા બાદ જોઈશું કે પોઈન્ટના આધારે ટોપ-4 સ્લોટમાં દરેક ટીમને કેટલા સંયોજનો સ્થાન આપે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો DC માત્ર 16,384 સંભવિત પરિણામોમાંથી 1,125માં ટોચના ચારમાં આવે છે. માર્કસના આધારે ટોપ-4માં પહોંચવાની 6.9 ટકા તક સંભાવના છે. આ ધારણામાં નેટ રન રેટને ધ્યાનમાં લેવામાં આવતી નથી કારણ કે અગાઉથી આગાહી કરવી અશક્ય છે.

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

પ્લેઓફ માટે કઈ ટીમની કેટલી સંભાવના ?

  • ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ્સની દ્રષ્ટિએ ટોચના ત્રણ સથાનમાંથી એક પર કબજો જમાવશે તેની શક્યતા છે. ટીમ અહીંથી ગમે તેટલું ખરાબ પ્રદર્શન કરશે તો પણ ટીમ ઓછામાં ઓછી ત્રીજા નંબર પર તો રહેશે. જો કે ટોચ પર રહેવાની સંભાવના 80.1 ટકા છે. શક્ય છે. આ ઉપરાંત નેટ રન રેટના આધારે ટોપ-3માંથી બહાર થવાની સંભાવના માત્ર 0.4 ટકા છે.
  • ચેન્નઈ સુપર કિંગ્સ પહેલાથી જ પોઈન્ટ્સના આધારે ટોપ-4માં છે અને ટોપ-4માં પોતાનું સ્થાન જાળવી રાખવા 99.3 ટકા સુધીની સંભાવના પર છે. 
  • રાજસ્થાન રોયલ્સ ગઈકાલે જીત સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેના ટોપ-4માં રહેવાની સંભાવના 56.3 ટકા છે. જો કોઈ ઉથલપાથલ ન થાય તો ટીમ પ્લેઓફમાં પહોંચવાની ખૂબ નજીક છે.
  • મુંબઈ ઈન્ડિયન્સની પોઈન્ટ્સના આધારે ટોપ-4માં પહોંચવાની સંભાવના 75.3 ટકા છે. તે નંબર 3 અથવા 4 પર રહેવાની સંભાવના છે. જો કે મુંબઈની ટીમને નેટ રન રેટ પર ઘણું નિર્ભર રહેવું પડી શકે છે.
  • લખનઉ સુપર જાયન્ટ્સ પાસે ટોચના ચારમાં સ્થાન મેળવવાની 43.7 ટકા તક છે. તે હાલમાં 5માં નંબર પર છે. હાલની સ્થિતિ અનુસાર તે ટોપ-4માં ન પહોંચે તેવી પ્રબળ સંભાવના છે. જોકે કેટલીક ટીમોના પ્રદર્શન પર ઘણું નિર્ભર રહેશે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં છઠ્ઠા સ્થાને છે અને ટોચના ચારમાં પહોંચવાની 35.4 ટકા તક ધરાવે છે. બેંગ્લોરની ટીમ છેલ્લા સ્થાને રહીને સિઝન પૂરી કરી શકે તેવી સંભાવના છે.
  • કોલકાતા નાઈટ રાઈડર્સ ગઈકાલે હાર્યા બાદ હવે સાતમા ક્રમે છે. તેની ટોપ-4માં પહોંચવાની શક્યતા માત્ર 15.1 ટકા રહી ગઈ છે. જો કે પંજાબની ટીમને કોઈ કરિશ્મા જ ત્રીજા નંબરે પહોંચી શકે છે.
  • પંજાબ કિંગ્સ હવે આઠમા સ્થાને છે. તેની પાસે RCBની જેમ ટોપ-4માં પહોંચવાની 35 ટકા જેટલી તક દેખાઈ રહી છે. જોકે તેની પાસે હજુ પણ 16 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે.
  • સનરાઇઝર્સ હૈદરાબાદ આ સીઝનમાં નવમું સ્થાન ધરાવે છે અને તેની પાસે ટોપ-4 સુધી પહોંચવા 23.1 ટકા ઓછી તક છે. જો કે તેની મેચ બાકી છે અને તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. તેના હાલના પ્રદર્શનને જોતા મુશ્કેલ લાગી રહ્યું છે.
  • દિલ્હી કેપિટલ્સ મોટા ભાગની સિઝનની જેમ આ વર્ષે પણ નીચેના સ્થાને છે. ટોચના ચારમાં સ્થાન મેળવવાની તેની તકો 6.9 ટતા કરતાં વધુ નથી. જો તેઓ તે બાકીની તમામ મેચો જીતે તો પણ તેઓ ત્રીજા કે ચોથા સ્થાન માટે પોતાની દાવેદારી નોંધાવી શકે છે અને જો આવું થાય તો તે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય.


https://ift.tt/5rI3lib from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/W6DMdvu https://ift.tt/W6DMdvu

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ