You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". IPL 2023 Live: પ્રભસિમરને IPLમાં પ્રથમ સદી ફટકારી, દિલ્હી કેપિટલ્સને 168 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2023 Live: પ્રભસિમરને IPLમાં પ્રથમ સદી ફટકારી, દિલ્હી કેપિટલ્સને 168 રનનો ટાર્ગેટ આપ્યો


IPL 2023માં આજે દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ 59મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હી માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તે હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર ફેકાઈ જશે. બીજી તરફ પંજાબ માટે પણ આ મેચ મહત્વપૂર્ણ છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. જ્યારે પંજાબ પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. પંજાબે 10માંથી 4 મેચ જીતી છે. દિલ્હીનું આ સિઝનમાં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. દિલ્હી માત્ર 4 મેચ જીતી શકી છે. તેને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

IPL-2023 Live Scorecard

પ્રભસિમરન સિંહે સદી ફટકારી 

પ્રભસિમરન સિંહની સદીના કારણે પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 167 રન બનાવ્યા હતા.

પંજાબની ટીમે પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી

ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  પંજાબની ટીમે પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી હતી. ઈશાંત શર્માએ શિખર ધવન અને લિયામ લિવિંગસ્ટનની વિકેટ લીધી હતી. 

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ:

ડેવિડ વોર્નર (c), ફિલિપ સોલ્ટ (wk), મિશેલ માર્શ, રિલે રોસો, અમન હાકિમ ખાન, અક્ષર પટેલ, પ્રવીણ દુબે, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર

પંજાબ કિંગ્સ:

પ્રભસિમરન સિંહ, શિખર ધવન (c), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (wk), સેમ કરણ, સિકંદર રઝા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ



https://ift.tt/NVYWCqX from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jfQ6PlX https://ift.tt/jfQ6PlX

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ