You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". IPLમાં ઈતિહાસ બનાવનાર ક્રિકેટર એક સમયે વેચતો હતો પાણીપુરી...સ્ટોરી સાંભળશો તો આંખમાં આવી જશે આસું

IPLમાં ઈતિહાસ બનાવનાર ક્રિકેટર એક સમયે વેચતો હતો પાણીપુરી...સ્ટોરી સાંભળશો તો આંખમાં આવી જશે આસું

Image Twitter 

તા.  12 એપ્રિલ 2023, શુક્રવાર

રાજસ્થાન રોયલ માટે રમનારો યુવાન અને જોરદાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ IPL 2023ની સિઝનમાં જોરદાર પરફોર્મન્સ આપી રહ્યો છે. તેમણે કોલકતા નાઈટ રાઈડર્સ સામે જોરદાર ટક્કર આપી જબરજસ્ત પરફોર્મન્સ બતાવ્યુ હતું. ક્રિકેટની દુનિયામાં આવુ પરફોર્મન્સ કરનાર યશસ્વી જયસ્વાલની દરેક લોકો બિરદાવી રહ્યા છે. ડાબા હાથના ઓપનરે KKR સામે માત્ર 13 બોલમાં તેની અર્ધી સદી પૂરી કરી, જે અત્યાર સુધીની બીજી સૌથી ઝડપી T20 ફિફ્ટી છે, જ્યારે IPLનાં ઇતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ છે.

https://ift.tt/eVJsbp5

મુકામ પર પહોચવા માટે યશસ્વીએ રાત દિવસ કરી છે મહેનત

આ સિઝનમાં તે ઓરેંજ કેપ માટે તે માત્ર બે રન પાછળ હતો. પહેલા નંબર પર આસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે. આરસીબીના કપ્તાને 576 રન કર્યા છે જ્યારે જયસ્વાલે હાલમાં 575 રન કર્યા છે. તેમણે કેકેઆર સામે 98 રન કર્યા હતા. યશસ્વી IPL 2023 માં તેનુ બીજી શેન્ચુરી બનાવવા ચુકી ગયા છે. ટોપ ટ્રેડમાં આવ્યા પછી કોમેન્ટર આકાશ ચોપડા સાથે વાત કરી રહ્યા તે જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 

એક સમયે પાણી પુરી વેચતો હતો યશસ્વી

એક સમય એવો હતો કે તે તેના પિતી સાથે પાણી પુરી વેચતો હતો. જેની એક તસ્વીર આજે પણ વાઈરલ થઈ રહી છે. જયસ્વાલ 2018માં ક્રિકટમાં આવ્યો ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી. તેમણે એક યુવા એક દિવસીય ટુનામેન્ટમાં બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલ એક સામાન્ચ પરિવારમાથી આવે છે. અને મુળ વાત તો એ છે તે મુંબઈની આઝાદ મેદાનની બહાર પાણી પુરી અને ફળની લારી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હતા. તેણે કહ્યુ કે તે ઘણી વાર ખાલી પેટ પણ સુઈ ગયો છે. ઉત્તરપ્રદેશના ભદોહી ગામમાં જન્મનાર જયસ્વાલ ક્રિકેટર બનવાના સ્વપ્ન સાથે 11 વર્ષની ઉંમરમાં મુંબઈ આવી ગયો હતો. 




https://ift.tt/TRHE1kx from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/eVJsbp5 https://ift.tt/eVJsbp5

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ