You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". Women’s Junior Asia Cup Hockey 2023: જાણો ભારતીય ટીમમાં પસંદગી પામેલ ઝારખંડની 3 દિકરીઓના સંઘર્ષની કહાણી

Women’s Junior Asia Cup Hockey 2023: જાણો ભારતીય ટીમમાં પસંદગી પામેલ ઝારખંડની 3 દિકરીઓના સંઘર્ષની કહાણી

                                                   Image Source: Twitter

નવી દિલ્હી, તા. 13 મે 2023 શનિવાર

કોઈકના પિતા નથી, કોઈકના માતા-પિતા મજૂર છે, કોઈકે સપનાને પૂરા કરવા માટે ખેતરોમાં કામ કર્યુ. આ સંઘર્ષની કહાણીઓ ઝારખંડના સિમડેગા જિલ્લાની 3 દિકરીઓની છે, જેમની પસંદગી મહિલા જુનિયર એશિયા કપ-2023 માટે ભારતીય ટીમમાં થઈ છે. તેમના નામ દીપિકા, રોપની અને મહિમા છે. હોકીના મેદાન સુધી પહોંચવા અને ત્યાં પોતાની આવડતને સાબિત કરવા માટે ત્રણેયને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો છે. દીપિકા અને રોપનીના પિતાનું બહુ પહેલા જ અવસાન થઈ ચૂક્યુ છે. તેમના પરિજનોએ આકરી મહેનત કરીને તેમની દિકરીઓના સપનાને પૂરા કરવા માટે દરેક સંભવ યોગદાન આપ્યુ. 

દીપિકા સોરેંગ જિલ્લાના કેરસઈ પ્રખંડના કરંગાગુડી સેમરટોલીની રહેવાસી છે. દીપિકા જ્યારે નાની હતી ત્યારથી જ તેમના પિતા દાનિયલ સોરેંગની હત્યા થઈ ગઈ હતી. જે બાદ લાચાર માતા ફ્રિસ્કા સોરેંગે રાઉરકેલામાં મજૂરી કરીને પોતાના સંતાનોનો ઉછેર કર્યો. દીપિકા સોરેંગના હોકી પ્રત્યેના રસને જોતા તેમણે તે દિશામાં તેને આગળ વધારવા માટે ખૂબ મહેનત કરી. રોપનીની કહાણી પણ આવી જ કંઈક છે. તેના પિતા રાતૂ માંઝીનું પણ નિધન થઈ ગયુ છે. રોપનીના અહીં સુધી પહોંચવામાં તેની માતા અને ઘરના અન્ય સભ્યોનું મહત્વનું યોગદાન રહ્યુ છે. મહિમા ભલે ઓલંપિયન સલીમાની બહેન છે, પરંતુ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તે ખૂબ સંઘર્ષ કરીને આગળ વધી છે. તેમણે પોતે ખેતરોમાં કામ કર્યુ છે. તેમના પરિવારનો આર્થિક આધાર ખેડૂત અને મજૂરી છે.

સતત ત્રણેય ખેલાડીઓએ ગોલ્ડ જીત્યા

ત્રણેય ખેલાડીઓએ 2017માં તમામ જુનિયર નેશનલ સ્પર્ધામાં ઝારખંડ ટીમમાંથી રમ્યા અને ગોલ્ડ મેડલ જીતી ચેમ્પિયન બન્યા. ત્રણેયે વર્ષ 2019માં પણ જુનિયર નેશનલમાં ઝારખંડ ટીમમાંથી રમીને ગોલ્ડ મેળવ્યો હતો. હોકી ખેલાડી દીપિકા, રોપની અને મહિમા સતત ઝારખંડ ટીમમાંથી નેશનલ સ્પર્ધામાં પણ રમતા રહ્યા છે. હવે ત્રણેય વિદેશમાં ઝારખંડનું નામ રોશન કરશે. હોકી ઈન્ડિયાએ જાપાનના કાકામીગહારામાં 2 જૂથથી શરૂ થનારા પ્રતિષ્ઠિત મહિલા જુનિયર એશિયા કપ 2023 માટે 18 સભ્યની ભારતીય જુનિયર મહિલા ટીમની જાહેરાત કરી છે.



https://ift.tt/wYWDATg from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gkG58Z7 https://ift.tt/gkG58Z7

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ