You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". IPL 2023: આજે ચેન્નઈ સુપર કિંગ અને કોલકતા નાઈટ વચ્ચે થશે ટક્કર, જાણો શું છે આ મેચમાં ખાસ

IPL 2023: આજે ચેન્નઈ સુપર કિંગ અને કોલકતા નાઈટ વચ્ચે થશે ટક્કર, જાણો શું છે આ મેચમાં ખાસ

તા. 14 મે, 2023, રવિવાર

IPL 2023માં આજે બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે જ્યારે નીતિશ રાણા કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરશે.

આ પહેલાની મેચમાં ચેન્નઈએ 49 રનથી મોટી જીત મેળવી હતી

ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી સિઝનની આ પહેલા તબક્કામાં રમાયેલ મેચમાં ધોનીની ટીમનો દેખાવ જોરદાર રહ્યો હતો. અને તે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી તો પણ ચેન્નઈએ 49 રનથી મોટી જીત મેળવી પોતાની તાકાત બતાવી હતી. 

ચેન્નઈ 15 પોઈન્ટ પર બીજા નંબરે છે, જ્યારે કોલકાતા 10 પોઈન્ટ પર છે

આઈપીએલમાં આ મેચમાં તેનું પોઈન્ટ ટેબલ વિશે વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ સતત ટોપ-4માં રહી છે અને હાલમાં 7 જીત, 4 હાર અને 1 અનિર્ણાયક મેચ બાદ 12 મેચમાં તેના 15 પોઈન્ટ છે, અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 12 મેચમાં 5 જીત અને 7 હાર બાદ 10 પોઈન્ટ પર છે. 

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

ચેન્નઈ-કોલકાતા મેચનો પિચ રિપોર્ટ કેવો રહેશે 

આજે ચેન્નઈ અને કોલકાતા વચ્ચે IPL 2023 સીઝનની 61મી મેચ રમાવા જઈ રહી છે જે સાંજે 7.30 કલાકે ક્રિઝ પર મુકાબલો જામશે. કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાના ઘરઆંગણે મળેલી જીતનો બદલો આજે ચેન્નઈના મેદાનમાં પર લેશે. અને આ બદલો તેના માટે જરુરી પણ છે. આજની મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. અને અહીંની પીચ હંમેશા બેટ્સમેનો માટે ફાયદાકારક સાબિત થઈ છે. તેમજ બોલરોમાં સ્પિનરોની ભૂમિકા અહીં મહત્વની રહેશે. આ સાથે આ સિઝનમાં અહીં 6 મેચ રમાઈ છે. 






https://ift.tt/W5yprUM from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3YipDBb https://ift.tt/3YipDBb

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ