You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". શાહરૂખ ખાનના કારણે કોલેજમાં ટોપર બન્યો હતો આયુષ્માન ખુરાના

શાહરૂખ ખાનના કારણે કોલેજમાં ટોપર બન્યો હતો આયુષ્માન ખુરાના


- આયુષ્માનની ફિલ્મ 'અનેક' 27 મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે, શાહરૂખ સાથે પહેલી મુલાકાત એક રેડિયો શો દ્વારા થઈ હતી

મુંબઈ, તા. 26 મે 2022, ગુરૂવાર

આયુષ્માન ખુરાના અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ 'અનેક'નું  પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 27 મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર 5 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું જેને લોકોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો.

આયુષ્માનની ફિલ્મ 'અનેક'નું ડાયરેક્શન અનુભવ સિંહાએ કર્યું છે. તેમણે આ ફિલ્મમાં ભારતની અનેક ભાષા અને અનેક વેશભૂષા વિશે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પહેલા આ બંનેની જોડીએ 'આર્ટિકલ 15'માં સાથે કામ કર્યું હતું અને તે ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. હવે જોઈએ કે 'અનેક' બોકસઓફિસ ઉપર કેવો કમાલ બતાવશે.

ચાલો જાણીએ કે, આયુષ્માન ખુરાના ઉપર શાહરૂખ ખાનનો શું પ્રભાવ પડ્યો હતો?

આયુષ્માને જણાવ્યું હતું કે, તેમની અને શાહરૂખની પહેલી મુલાકાત એક રેડિયો શો દ્વારા થઈ હતી. આયુષ્માન રેડિયોમાં કામ કરતા હતા અને તેમને શાહરૂખ ખાનનું ઈન્ટરવ્યુ લેવાનું હતું. જોકે શાહરૂખ ખાન એક એડ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે ઈન્ટરવ્યુ નહોતું થઈ શક્યું. આયુષ્માને સેટ પર શાહરૂખની 6-7 કલાક રાહ જોઈ તે દરમિયાન તેમણે શાહરૂખને સેટ ઉપર શૂટિંગ કરતા જોયા હતાં.


શાહરૂખને પોતાના આઈકોન ગણાવ્યા

આયુષ્માને પોતાના જીવન પર કિંગ ખાનના પ્રભાવ અંગે જણાવ્યું કે, 'મારી લાઈફમાં તેમની ખૂબ જ ઈમ્પેકટ છે. તેમના કારણે હું માસ કોમ્યુનિકેશન ભણ્યો. હું અભિનેતા બનવા માગતો હતો, મેં મારા એજ્યુકેશનને ગંભીરતાથી લીધું અને મારી કોલેજમાં ટોપ કર્યું હતું.' આયુષ્માને શાહરૂખને પોતાનો આઈકન ગણાવતા કહ્યું કે, તે શાહરૂખના વ્યક્તિત્વ, આકર્ષકતા અને યુવાનો ઉપરના તેમના પ્રભાવથી ઘણાં મોટિવેટ થયા છે.

શાહરૂખ અને આયુષ્માનની આગામી ફિલ્મ

આયુષ્માન ફિલ્મ 'અનેક' પછી અનિરૂદ્ધ અય્યર નિર્દેશિત ફિલ્મ 'એન એક્શન હિરો'માં જોવા મળશે. જ્યારે શાહરૂખ પાસે સિદ્ધાર્થ આનંદની 'પઠાણ', રાજકુમાર હિરાનીની 'ડંકી' અને એટલીની એક અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે.




https://ift.tt/ipd79bm

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ