You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". તિરુપતિ મંદિર સંકુલમાં પગરખાં પહેરી રાખવા બદલ નયનતારાએ માફી માગી

તિરુપતિ મંદિર સંકુલમાં પગરખાં પહેરી રાખવા બદલ નયનતારાએ માફી માગી

- લગ્ન વિધિ પતાવી તરત જ દર્શન કરવા પહોંચ્યાં હોવાથી રઘવાટમાં ભૂલ થયાનો દાવો 

મુંબઈ

હજુ નવાં નવાં પરણેલાં સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા અને તેના પતિ વિગ્નેશ સિવાને  તિરુપતિ બાલાજી મંદિર સંકુલમાં પગરખાં પહેરી રાખવા બદલ જાહેર માફી માગવી પડી છે. 

નયનતારા અને ફિલ્મ મેકર વિગ્નેશનાં લગ્ન મહાબલિપુરમ ખાતે થયાં હતાં. લગ્નવિધિમાં રજનીકાંત, શાહરુખ ખાન, એટલી, બોની કપૂર સહિત સાઉથ અને બોલિવુડની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ લગ્ન કરોડોની ગિફ્ટસની લેતીદેતી માટે પણ બહુ ચર્ચાઈ રહ્યાં છે. 

લગ્ન બાદ નયનતારા અને વિગ્નેશ  પૂજા વિધિ માટે તિરુપતિ બાલાજી પહોંચ્યાં હતાં. ત્યાં તેઓ પગરખાં પહેરીને જ મંદિર સંકુલમાં ફરી રહ્યાના વીડિયો વાયરલ થયા હતા. ત્યાં તેમણે પ્રાઈવેટ ફોટો શૂટ પણ કરાવ્યું હતું. 

મંદિરના સંચાલકોએ આ મુદ્દે બંનેને નોટિસ ફટકારી હતી. નોટિસ મળ્યા બાદ નયનતારા અને વિગ્નેશ વતી જાહેર માફી માગવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ લગ્ન બાદ ઘરે પણ પાછા ન હતાં ગયાં અને સીધાં દર્શન માટે તિરુપતિ આવ્યાં હતાં. ત્યાં ભારે દોડધામને કારણે અને ફેન્સનાં ટોળાં એકઠાં થઈ જતાં ઉતાવળમાં કેટલીક બાબતો તેમના ધ્યાન બહાર જતી રહી હતી. મંદિર સંકુલમાં પગરખાં પહેરીને નિયમોનો ભંગ કરવાનો કે દેવનો અનાદર કરવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો એમ આ જાહેર માફીમાં જણાવાયું છે. આ યુગલે તિરુપતિ મંદિરમાં જ લગ્ન વિધિ યોજવાનું વિચાર્યું હતું પરંતુ કેટલાંક કારણોસર તે શક્ય બન્યું ન હતું. 



https://ift.tt/PhLY7t5

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ