You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". અમદાવાદ: ચર્ચાસ્પદ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, પિતાએ જ કરી પુત્રની હત્યા

અમદાવાદ: ચર્ચાસ્પદ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, પિતાએ જ કરી પુત્રની હત્યા


- સ્વયમ જોષીને દારુ તથા અન્ય નશીલા પદર્થના વ્યસનની લત હોવાથી પિતા નિલેશ જોશીએ તેમની હત્યા કરી નાખી હતી

અમદાવાદ, તા. 24 જુલાઈ 2022, રવિવાર

અમદાવાદના ચર્ચાસ્પદ મર્ડર મિસ્ટ્રીનો સૌથી મોટો ભેદ ખુલી ગયો છે. અમદાવાદ શહેરમાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાસણામાંથી ધડ, ગુજરાત કોલેજ પાસેથી પગના ટુકડા સહિતનાં અંગો મળી આવ્યાં હોવાની ઘટનામાં CCTV ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ આંબાવાડીમાં રહેતા નિવૃત્ત કલાસ-2 અધિકારી નિલેશ જોષીના ઘર સુધી પહોંચી હતી. ઘરમાંથી લોહીના ડાઘ તેમ જ મૃતદેહના અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા હતા જેમાં ખુદ પિતાએ જ દીકરાની હત્યા કરીને શરીરના ટુકડા કરીને ફેંક્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્વયમ જોષીને દારુ તથા અન્ય નશીલા પદર્થના વ્યસનની લત હોવાથી પિતા નિલેશ જોશીએ તેમની હત્યા કરી નાખી હતી.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નિલેશ જોષીની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે. આરોપી નિલેશ જોશી પોતાના સગા દીકરા સ્વયમ જોષી સાથે છેલ્લા 6 વર્ષથી એકલો રહેતો હતો. આ દરમિયાન તેમનો પુત્ર સ્વયમ દારૂ તથા અન્ય નસીલા પદાર્થના વ્યસનના કારણે ખૂબ જ ઉગ્ર સ્વભાવનો અને ઝગડાળું સ્વભાવનો થઈ ગયો હતો. ગત તારીખ 18/07/2022ના રોજ વહેલી સવારે આશરે 5:00 વાગ્યે સ્વયમ ખૂબ જ નશામાં હતો અને પોતાના પિતા પાસે પૈસા લેવા બાબતે અપશબ્દો બોલી દિવાલમાં અને ઘરના દરવાજા ઉપર ફેંટો મારવાનું ચાલું કરી ઘરની તિજોરીનો કાચ તોડી નાખ્યો હતો. આ ઝઘડા દરમિયાન મૃતક સ્વયમ જોષીએ ઘરમાં રહેલો પાવડાના લાકડાનો હાથો લઈ આરોપી નિલેશ જોષી પર હુમલો કરવા જતા તેમણે પગથી સ્વયમને લાત મારી પરંગ પર પાડી દીધો હતો. ત્યારબાદ રસોડામાં રહેલી પથ્થરની ખાંડણી લઈ આવી સ્વયમના માથાના ભાગે 6થી 7 વખત ઘા મારી તેનું મોત નિપજાવ્યું હતું. 

ત્યારબાદ લાશનો નિકાલ કરવા માટે કાલુપુર ઝક્કકરીયા મસ્જિદની નજીકમાં આવેલ દુકાનમાંથી ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર તથા કાળા કલરની મોટી પ્લાસ્ટિકની થેલીઓ લઈ આવ્યો હતો. ત્યારબાદ તેમણે દીકરાના અંગના કુલ 6 ટુકડા કર્યા હતા અને આ ટુકડાઓને પ્લાસ્ટિકની બેગમાં ભરી એક્ટિવા પર વારાફરતી શહેરના અલગ-અલગ સ્થળોએ ફેંકી આવ્યો હતો. 

આ સમગ્ર હકીકત આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવી હતી. 



https://ift.tt/dFjqIia

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ