You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". પ્રદેશ પ્રમુખના કાર્યકાળની સ્કૂલમાં ઉજવણી વિવાદ: કોંગ્રેસે આશ્ચર્યજનક દેખાવ કરી શિક્ષણ સમિતિ અધ્યક્ષનું રાજીનામું માંગ્યું

પ્રદેશ પ્રમુખના કાર્યકાળની સ્કૂલમાં ઉજવણી વિવાદ: કોંગ્રેસે આશ્ચર્યજનક દેખાવ કરી શિક્ષણ સમિતિ અધ્યક્ષનું રાજીનામું માંગ્યું


- કચરાના ઢગ વચ્ચે મધ્યાહન કરાવાયું હતું, શાળાની સફાઈ કરાવવા માંગણી

સુરત,તા.25 જુલાઈ 2022,સોમવાર

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ નો કાર્યક્રમના બે વર્ષ પૂરા થયા ની ઉજવણી નો વિવાદ આગળ વધી રહ્યો છે. સમિતિની સ્કૂલમાં અધ્યક્ષ દ્વારા પ્રદેશ પ્રમુખના જન્મદિવસે કરવામાં આવેલી ઉજવણીના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષનું રાજીનામું માંગ્યું છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં અધ્યક્ષ ધનેશ શાહ અને સભ્યો દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળના બે વર્ષ પૂરા થતા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી વખતે કચરાના ઢગ ની બાજુમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ફોટા વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિની સ્કૂલોમાં સફાઈના મુદ્દે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. સમિતિના અધ્યક્ષ દ્વારા ભાજપના બેનર વિદ્યાર્થીઓના હાથમાં પકડાવતા વિવાદ ઊભો થયો છે. જોકે હજુ સુધી શિક્ષણ સમિતિના વિરોધ પક્ષે આ મુદ્દે કોઈ વિરોધ કર્યો નથી.

આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસે જઈને કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ ધનેશ શાહનુ રાજીનામું માંગવામાં આવ્યો હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપના શાસકો દ્વારા શિક્ષણ સમિતિમાં બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિ સુધારવા નું કાર્ય કરવાને બદલે ભાજપનું પ્રચાર કરવામાં વધુ રસ છે. શિક્ષણ સમિતિમાં પ્રવેશ ઉત્સવ તો થઈ ગયો છે પણ હજુ સુધી બાળકોને ગણવેશ કે સ્ટેશનરી મળી નથી. શાળામાં આચાર્ય દ્વારા બાળકોનું યોગ શોષણ કરવામાં આવે છે તેમ છતાં તેને વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં વધુ સમય લગાડવામાં આવ્યો છે જેને કારણે આચાર્ય ફરાર થઈ ગયો છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે નિષ્ફળ ગયા હોવાથી તાત્કાલિક રાજીનામું આપો અને કાયમી ભાજપનો પ્રચાર કરો તેવી માંગણી કરવામાં આવી છે.

વધુ વાંચો : સુરત : શિક્ષણ સમિતિની સ્કૂલમાં અધ્યક્ષએ કચરાના ઢગલા પાસે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન કરાવતા વિવાદ



https://ift.tt/s2FAbhg from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8OniwRa

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ