You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". દુનિયામાં સૌથી ઉંચાઇ પર આવેલો રેલવે બ્રીજ, 28 હજાર કરોડ રુપિયામાં થયો છે તૈયાર,

દુનિયામાં સૌથી ઉંચાઇ પર આવેલો રેલવે બ્રીજ, 28 હજાર કરોડ રુપિયામાં થયો છે તૈયાર,


શ્રીનગર,13 ઓગસ્ટ,2022,શનિવાર 

ભારતવાસીઓ સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થતા અમૃત મહોત્સવ ઉજવી રહયા છે. 15 મી ઓગસ્ટને ગણતરીના કલાકો જ બાકી રહયા છે  ત્યારે દેશને દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રીજની ભેટ મળી છે. દુનિયામાં સૌથી ઉંચા ચિનાબ રેલવે બ્રીજનો શુભારંભ થયો છે. આ બ્રીજ જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરને દેશના બાકીના ભાગો સાથે જોડવામાં ખૂબજ મહત્વનો સાબીત થશે એટલું જ નહી એન્જીનિયરિંગ અને ટેકનિકનું પણ ઉત્તમ ઉદાહરણ છે. 

આ પૂલ જમ્મુના કટરા અને કાશ્મીરના બનિહાલથી 111 કિમી લાંબા દુગર્મ રસ્તાને જોડવાનું કામ કરશે. આ પૂલ ઉધમપુર-શ્રીનગર –બારામૂલા રેલ લિંક પ્રોજેકટનો એક ભાગ છે. આ પૂલની નદીથી 359 મિટર ઉચાઇ છે. પુલની કુલ લંબાઇ 1315 મીટર છે જયારે મેન આર્ક સ્પેન 467 મીટરનો છે. આ બ્રોડગેજ લાઇનનો સૌથી લાંબો આર્ક સ્પેન છે.


ચિનાબ નદી પર હોવાથી તેને ચિનાબ રેલવે બ્રીજ તરીકે ઓળખવામાં આવશે.આ બ્રીજ ફ્રાંસના પેરિસ સ્થિત દુનિયાની અજાયબી ગણાતા એફિલ ટાવર કરતા 35 મીટર વધારે ઉંચો છે.આ બ્રીજને શકિતશાળી ભૂકંપના આંચકાની પણ અસર થતી નથી. જમ્મુ કાશ્મીર સરહદી રાજય હોવાથી સંરક્ષણની દ્વષ્ટીએ પણ આ બ્રીજ અત્યંત મહત્વનો છે. સૈનિકોની ટુકડીઓ અને શસ્ત્ર સરંજામ સરળતાથી પસાર થઇ શકે છે. પૂલ નિર્માણનું કામ 2002માં શરુ થયું હતું. સુરક્ષા અને કેટલાક બીજા કારણોસર 2008માં કામ અટકી ગયું હતું. બે વર્ષ પછી 2010માં ફરી કામ શરુ થઇ શકયું હતું. 



https://ift.tt/hRxmrQn from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KihMyfP

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ