You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". 7,591 નવા કોવિડ કેસો : વાયરસને લીધે 30 વધુ મૃત્યુ નોંધાયા

7,591 નવા કોવિડ કેસો : વાયરસને લીધે 30 વધુ મૃત્યુ નોંધાયા


- કોવિડ કેડો છોડતું નથી

- સાપ્તાહિક પોઝિટીવીટી સાપ્તાહિક દર 2.69 ટકા હતો તે વધીને 4.58 ટકા થયો : આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી : દેશમાં એક જ દિવસમાં ૭૫૯૧ નવા કોવિડ-૧૯ના કેસો નોંધાતા દેશભરમાં કુલ મળી ૪,૪૪,૧૫,૭૨૩ કેસ નોંધાયા છે. જયારે એકિટવ કેસો થોડા ઘટીને ૮૪,૯૩૧ થયા છે.

આ માહિતી આપતાં કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આજે (સોમવારે) સવારે સ્વીકાર્યું હતું કે કોવિડને લીધે ૩૦ વધુ મૃત્યુ નોંધાતા આ મહામારીથી થયેલા મૃત્યુનો આંક વધીને ૫,૨૭,૭૯૯ પહોંચ્યો છે.

પોઝિટિવીટી રેઈટ અંગે માહિતી આપતાં આરોગ્ય મંત્રાલય જણાવે છે કે વાસ્તવમાં સાપ્તાહિક પોઝિટિવીટી દર ૨.૬૯ ટકા હતો તે બીજી તરફ આજે સવારના ૮ વાગ્યા સુધીમાં પોઝિટિવીટી દર ૪.૫૮ ટકા જેટલો નોંધાયો છે.

આમ છતાં મંત્રાલય થોડુ આશ્વાસન આપતા જણાવે છે કે આ રોગમાંથી સાજા થયેલાઓની સંખ્યા પણ વધી છે. તો ૪૩૮૦૨૯૯૩ થઈ છે અને ૃમત્યુ ટકાવારી ૧.૧૯ રહી છે.

આરોગ્ય મંત્રાલય વધુમાં જણાવે છે કે રાષ્ટ્રીય સ્તર રસીકરણ યોજના નીચે હજી સુધીમાં દેશભરમાં મળીને ૨૧૧.૯૧ કરોડ જેટલા કોવિડ-વેકિસનના ડોઝ અપાઈ ચૂકયા છે.

ભારતમાં કોવિડના વ્યાપની વૃધ્ધિનો દર જણાવતા આરોગ્ય મંત્રાલયની યાદી જણાવે છે કે ઓગષ્ટ ૭, ૨૦૨૦ના દિવસે ૨૦ લાખ કેસો થયા હતા. જે વધીને ઓગશ્ટ ૨૩, ૨૦૨૦માં ૩૦ લાખ સપ્ટેમ્બર ૫ ના દિવસે ૪૦ લાખ અને સપ્ટેમ્બર ૧૬ના દિવસે કોવિડ કેસો ૫૦ લાખ સુધી પહોંચી ગયા હતા.

સપ્ટેમ્બર ૨૮ના દિવસે ૬૦ લાખથી વધુ કોવિડ કેસો નોંધાયા હતા. ઓકટોબર અગિયારે ૭૦ લાખ અને ઓકટો. ૨૯ના દિવસે ૮ ૦લાખથી વધુ કેસો થયા પછી નવેમ્બર ૨૦ના દિવસે ૯૦ લાખ સંક્રમિતો જાણવા મળ્યા હતા. જયારે ડીસેમ્બર ૧૯ના દિવસે કોવિડ સંક્રમિતોની સંખ્યા ૧ કરોડને પાર કરી ગઈ હતી.

તા. ૪થી મે ૨૦૨૧ કાળો દિવસ બની રહી. ત્યારે દેશભરમાં મળી ૨કરોડ કોવિડ કેસો નોંધાયા. જૂન ૨૩ના દિને ૩ કરોડ કેસો નોંધાયા પછી ૨૦૨૨ના જાન્યુઆરીની ૨૫મી તારીખે કોવિડ કેસો ૪ કરોડનો આંક વટાવી ગયા.

આ વર્ષનો મૃત્યુઆંક જણાવતા આરોગ્ય મંત્રાલયે સ્વીકાર્યું હતું કે આજના એક જ દિવસમાં દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્ર દરેકમાં પાંચ મૃત્યુ નોંધાયા છે. આ પંદર મૃત્યુ ઉપરાંત ૩ મૃત્યુ મિઝોરમ, ૩ મૃત્યુ પ. બંગાલ, કેરળમાં બે અને ઉ.પ્ર., પંજાબ, ઓડીસા, મણિપુર, હરિયાણા, ગુજરાત અને ગોવામાં એક એક મૃત્યુ આ મહામારીને લીધે નોંધાયા છે.



https://ift.tt/wSiYcnE from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rXNpdwQ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ