You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". કોર્પોરેશને પરત લીધેલા ગ્રીન બેલ્ટના પ્લોટો પર હજી વૃક્ષારોપણ થયું નથી

કોર્પોરેશને પરત લીધેલા ગ્રીન બેલ્ટના પ્લોટો પર હજી વૃક્ષારોપણ થયું નથી

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વર્ષ અગાઉ ગ્રીન બેલ્ટના પ્લોટો પરત મેળવીલીધા હતા, પરંતુ હજી સુધી ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું નથી.

કોર્પોરેશન દ્વારા અગાઉ વિવિધ સંસ્થાઓ અને મંડળોને ગ્રીન બેલ્ટના પ્લોટ વૃક્ષારોપણ હેતુ આપ્યા હતા, પરંતુ ત્યાં વૃક્ષારોપણ કરવાને બદલે બાંધકામ ઊભા કરી દેવાયા હતા, જેના લીધે વિવાદ થતા કોર્પોરેશને આ પ્લોટો પરત લીધા હતા. જેને એક વર્ષનો સમય થી ગયો છે, ત્યારે કોર્પોરેશને આ પ્લોટો પર વૃક્ષારોપણ કરવું જોઈએ, તેવી માગ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કરવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા અગાઉ ગ્રીન બેલ્ટના ૪૬ પ્લોટો વનીકરણ માટે સ્વૈચ્છિક સંગઠનો અને જુદી જુદી સંસ્થાો અને મંડળોને આપ્યા હતા. મોટાભાગના પ્લોટોમાં વનીકરણ નહીં થતા કોર્પોરેશને ગયા વર્ષે જુલાઈમાં પરત લીધા હતા. એ સમયે કોર્પોરેશને ઘોષણા કરી હતી કે આ પ્લોટોની મેન્ટેનન્સની અને વૃક્ષારોપણની કામગીરી કોર્પોરેશન પોતે કરશે. તે સમયે વિરોધ પક્ષે જણાવ્યું હતું કે, કડક નિયમો બનાવી વનીકરણ માટે પ્લોટો ફાળવવામાં આવે તો શહેર હરિયાળી બની શકે.




https://ift.tt/gKtDrWF

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ