You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". ઝારખંડમાં રાજકીય કટોકટીનો અંત હેમંત સોરેને વિશ્વાસનો મત જીત્યો

ઝારખંડમાં રાજકીય કટોકટીનો અંત હેમંત સોરેને વિશ્વાસનો મત જીત્યો


- ભાજપના ધારાસભ્યોએ મતદાન વખતે વૉકઆઉટ કર્યું

- ઝારખંડ વિધાનસભામાં 81 ધારાસભ્યોમાંથી સીએમ સોરેનના પક્ષમાં 48 મતો પડયા : ભાજપ પર સરકારને અસ્થિર કરવાનો આરોપ

- જીતે હૈ શાન સે; વિપક્ષ જલતે રહે હમારે કામ સે, લોકતંત્ર જિંદાબાદ : વિશ્વાસ મત જીત્યા પછી હેમંત સોરેનની ટ્વીટ  

રાંચી : ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને વિશ્વાસનો મત જીતી લીધો હતો. વિપક્ષ ભાજપના વૉકઆઉટ વચ્ચે વિધાનસભામાં મતદાન થયું હતું. હેમંત સોરેનના પક્ષમાં ૪૮ ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ૮૧ ધારાસભ્યો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં બહુમતી માટે ૪૧ ધારાસભ્યોનું સમર્થન મેળવવું જરૂરી હતું.

ઝારખંડમાં છેલ્લાં ઘણાં દિવસથી રાજકીય કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. ધારાસભ્યોના ખરીદ-વેચાણના આરોપો વચ્ચે ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસના ગઠબંધનની સરકાર પડી ભાંગે એવી અટકળો ચાલતી હતી. લાભના પદને લઈને મુખ્યમંત્રી હેમંત સોરેન ઘેરાયેલા હતા. ચૂંટણીપંચે રાજ્યપાલને પત્ર લખીને મુખ્યમંત્રી સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. એક પથ્થરની ખાણનો પટ્ટો મુખ્યમંત્રીએ પોતાના નામે કર્યાનો આરોપ મૂકાયો હતો. ચૂંટણીપંચે એમાં હેમંત સોરેનને દોષી ગણીને ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને સોરેનનું ધારાસભ્ય રદ્ કરવાનું કહ્યું હતું. ત્યારથી એવી શક્યતા વ્યક્ત થતી હતી કે હેમંત સોરેનનું ધારાસભ્યપદ રદ્ થશે.

આવી રાજકીય સ્થિતિ વચ્ચે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ગઠબંધને વિધાનસભામાં વિશ્વાસના મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભા સત્ર શરૂ થયું ત્યારે વિશ્વાસના મતનો પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું હતું કે લોકશાહીને બચાવવા માટે આ સત્ર બોલાવાયું છે. તેમણે ભાજપ પર સરકારને અસ્થિર કરવાનો આરોપ મૂક્યો હતો.

વિશ્વાસના મતની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ ભાજપના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને પછી વૉકઆઉટ કર્યું હતું. વિપક્ષની ગેરહાજરીમાં ધ્વનિ મતથી વિશ્વાસના મતની પ્રક્રિયા થઈ હતી, જેમાં હેમંત સોરેનના પક્ષમાં ૪૮ મત પડયા હતા. ઝારખંડ મુક્તિ મોરચાના ૨૯, કોંગ્રેસના ૧૫, આરજેડી, એનસીપી અને સીપીઆઈએમના એક એક ધારાસભ્યએ હેમંત સોરેનને સમર્થન આપ્યું હતું. વિશ્વાસનો મત જીતવા માટે ૪૧ ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી.

વિશ્વાસનો મત જીત્યા પછી હેમંત સોરેને ટ્વિટરમાં લખ્યું હતું ઃ જીતે હૈ શાન સે; વિપક્ષ જલતે રહે હમારે કામ સે, લોકતંત્ર જિંદાબાદ. વિપક્ષ ભાજપના નેતા નીલકંઠ મુંડાએ કહ્યું હતું કે હેમંત સોરેનને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ ન હોવાથી આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિશ્વાસના મત માટે વિપક્ષે, ન્યાયતંત્રએ કે રાજ્યપાલે કહ્યું ન હોવા છતાં સોરેને વિશ્વાસના મતનો પ્રસ્તાવ વિધાનસભામાં મૂક્યો હતો. ઝારખંડની જનતાને લાગે છે કે સરકાર ભયભીત છે.

ઝારખંડમાં સગીરાને એકતરફી પ્રેમમાં પાગલ વિધર્મી યુવાને જીવતી સળગાવી દીધી તે મુદ્દો વિધાનસભામાં ગાજ્યો હતો. વિપક્ષના ધારાસભ્યોએ એ બાબતે દેખાવો કર્યા હતા અને ચર્ચાની માગણી કરી હતી.



https://ift.tt/sEIpCOo from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n0IaDsu

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ