You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". નેપાળમાં બે વિમાન હવામાં અથડાતાં માંડ બચ્યા, મોટી દુર્ઘટના ટળી

નેપાળમાં બે વિમાન હવામાં અથડાતાં માંડ બચ્યા, મોટી દુર્ઘટના ટળી

Image Twitter

નવી દિલ્હી, તા. 26 માર્ચ 2023, રવિવાર

નેપાળમાં એર ટ્રાફિક કર્મચારીઓની બેદરકારીને કારણે મોટી વિમાન દુર્ઘટના થતા થતી રહી ગઈ. આ બાબતે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કર્મચારીઓના કારણે એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાન એકબીજાની ખૂબ નજીક આવી પહોચ્યા હતા. પરંતુ વિમાનના બન્ને પાઈલોટની સમજદારી પુર્વક નિર્ણય લેતા આ દુર્ઘટના ટળી ગઈ હતી. એર ટ્રાફિક કર્મચારીઓની આ લાપરવાહીને કારણે નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી (CAAN) દ્વારા ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  CAAN ના અધિકારીએ આ અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે, હાલ અમે આ સમગ્ર મામલે તપાસ પણ કરી રહ્યા છીએ.

એર ઈન્ડિયાનું વિમાન 19 હજાર ફૂટની ઊંચાઈએથી નીચે ઉતરી રહ્યું હતું

આ બાબતે મળતી માહિતી પ્રમાણે આ ઘટના શુક્રવારે સવાર છે. આ સમયે નેપાળ એરલાઈન્સનું એરક્રાફ્ટ એરબસ A-320 કુઆલાલંપુરથી કાઠમંડુ આવી રહ્યું હતું અને એર ઈન્ડિયાનું વિમાન નવી દિલ્હીથી કાઠમંડુ જઈ રહ્યું હતું. બંને વિમાનો આકાશમાં એક-બીજાથી નજીક આવી ગયા હતા અને થોટા માટે અથડાતા -અથડાતા રહી ગયા હતા. એર ઈન્ડિયાનું વિમાન 19 હજાર ફૂટની ઊંચાઈએથી નીચે ઉતરી રહ્યું હતું જ્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન આ સમયે 15 હજાર ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યું હતું.

આ અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે

ઉલ્લેખનીય છે કે આ કોઈ સામાન્ય વાત નથી. થોડા વર્ષ પહેલા બેગ્લોરમાં પણ આવી ઘટના સામે આવી હતી. જેમા પણ બે વિમાનો સામ-સામે ટકરાતાં બચી ગયા હતા. જેમા  બન્ને વિમાનોમાં લગભગ 330 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને તેના માટે એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે



https://ift.tt/urCZGwU from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gLukD63

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ