You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". સર્જરીના નામે દર્દીઓના ખિસ્સા કાતરનારાઓ સામે CBIની કાર્યવાહી : ડૉક્ટર સહિત 5 લોકોની ધરપકડ

સર્જરીના નામે દર્દીઓના ખિસ્સા કાતરનારાઓ સામે CBIની કાર્યવાહી : ડૉક્ટર સહિત 5 લોકોની ધરપકડ

નવી દિલ્હી, તા.30 માર્ચ-2023, ગુરુવાર

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ આજે ​​લાંચના કેસમાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ન્યુરોસર્જન અને સર્જિકલ સાધનોની દુકાનના માલિક સહિત 5 લોકોની ધરપકડ કરી છે. આ લોકો સામે એવો આરોપ છે કે, ન્યુરોસર્જન દર્દીઓને સર્જરી માટે જરૂરી સાધનો ખરીદવા માટે ચોક્કસ દુકાનમાં મોકલતા હતા અને વચેટિયાઓની મદદથી મસમોટી કમાણી કરતા હતા. આ અંગેની ફરિયાદ મળ્યા બાદ 29 માર્ચે કેસ નોંધવામાં આવ્યો છે.

ડોક્ટર વધુ રકમ ચૂકવવા દબાણ કરતો

ફરિયાદીના જણાવ્યા મુજબ ડોક્ટર દર્દીઓને સર્જીકલ સાધનો માટે તેમની વાસ્તવિક કિંમત કરતાં વધુ રકમ ચૂકવવા માટે દબાણ કરતો હતો... ડોક્ટરની મિલીભગતથી દુકાન માલિકે વધુ પડતું બિલ બનાવીને ડોક્ટરને હિસ્સો આપ્યો... આરોપ મુજબ, તાજેતરમાં જ 3 અલગ-અલગ મામલામાં ડોક્ટરના કહેવા પર દર્દીઓના એટેન્ડન્ટને અન્ય વ્યક્તિઓના ખાતામાં 1.15 લાખ, 55 હજાર અને 30 હજાર રૂપિયાની લાંચ જમા કરાઈ હતી. આરોપી ડોક્ટર ગેરકાયદેસર રીતે કમાયેલા રૂપિયાને એક કંપનીની મદદથી મેનેજ કરી રહ્યો હતો. 

CBIના વિવિધ સ્થળો પર દરોડા

CBIએ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ સાધનો વગેરે જપ્ત કરવામાં આવ્યા છે. CBI દ્વારા જે 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં ન્યુરોસર્જન ડો. મનીષ રાવત, ન્યુરોસર્જન અવનેશ પટેલ, મનીષ શર્મા, દુકાન માલિક દીપક ખટ્ટર અને કુલદીપનો સમાવેશ થાય છે. CBIના રડારમાં દવાઓની ખરીદી-વેચાણ કરતી ખાનગી કંપનીઓના ઘણા લોકો પણ છે...



https://ift.tt/qeX1rCR from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9fK5HGx

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ