You Can Translate This Blog In Your language Go to Down and click on "Translate In Your Language". આજે MSU સેનેટની વાર્ષિક બેઠક, ૪૫૧ કરોડનુ બજેટ મંજૂરી માટે મૂકાશે

આજે MSU સેનેટની વાર્ષિક બેઠક, ૪૫૧ કરોડનુ બજેટ મંજૂરી માટે મૂકાશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સેનેટની વાર્ષિક બેઠક ૩૧ માર્ચ, શુક્રવારે મળનાર છે ત્યારે યુનિવર્સિટીમાં સક્રિય ભાજપના બે જૂથોએ અલગ અલગ રીતે પોતાની બેઠકો બોલાવીને વ્યૂહરચના નક્કી કરી છે.

મળતી વિગતો પ્રમાણે ૨૭ માર્ચે  ભાજપની સંકલન સમિતિના સેનેટ અને સિન્ડિકેટ સભ્યોની બેઠક યોજાઈ હતી અને ૨૯ માર્ચે ટીમ એમએસયુના સભ્યોની એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આમ બંને જૂથોએ પોતાની અલગ અલગ બેઠકો બોલાવી હતી.

મળતી વિગતો પ્રમાણે સેનેટની બેઠકમાં યુનિવર્સિટીનુ ૪૫૧ કરોડ રુપિયાનુ બજેટ  તથા વાર્ષિક હિસાબો મંજૂરી માટે મૂકાશે.સાથે સાથે યુનિવર્સિટીનો એન્યુઅલ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે.પીજી કાઉન્સિલને એકેડમિક કાઉન્સિલમાં ફેરવવાની દરખાસ્ત પણ સેનેટના એજન્ડામાં સામેલ છે

સેનેટમાં વિદ્યાર્થીઓને પડી રહેલા સમસ્યા પણ ચર્ચાનો મુદ્દો બની શકે છે.કારણકે યુનિવર્સિટીના કથળી ગયેલા તંત્રમાં વિદ્યાર્થીઓને ટોયલેટ અને પાણી જેવી સુવિધાઓ માટે પણ આંદોલન કરવા પડે છે.૨૦૨૨માં પાસ થયેલા વિદ્યાર્થીઓને ૨૦૨૩માં ડિગ્રી મળવા જઈ રહી છે અને માર્કશીટના તો હજી ઠેકાણાં જ નથી.યુનિવર્સિટીના ભાજપના જ બે જૂથમાંથી કેટલા સભ્યો  વિદ્યાર્થીઓને સ્પર્શતા મુદ્દા ઉઠાવે છે તે જોવાનુ રહે છે.કોંગ્રેસ તરફી વિરોધી જૂથના સભ્યો પણ વિદ્યાર્થીઓની અગવડોની સાથે સાથે પ્રશ્નોની બાદબાકી કરવાના મુદ્દે ઉહાપોહ કરે તેવી શક્યતા છે.



https://ift.tt/oQb6rJe

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ